વડોદરાઃ વ્રજધામ મંદિરમાં 1500 કિલો સૂકામેવાના છપ્પનભોગનો મનોરથ યોજાયો

વડોદરાઃ વ્રજધામ મંદિરમાં 1500 કિલો સૂકામેવાના છપ્પનભોગનો મનોરથ યોજાયો

માંજલુપર વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે પુરુષોત્તમ માસ પ્રસંગે યુવા વૈષ્ણાવાચાર્ય વ્રજરાજકુમારજી દ્વારા નિત્ય શ્રીપ્રભુ સુખાર્થે અલૌકીક મનોરથનું આયોજન કરવામાં આવે છે. 3 જુન રવિવારના રોજ વડોદરામાં પહેલી વખત પુષ્ટિમાર્ગ દ્વારા 1500 કિલો સૂકામેવાનો ભવ્ય છપ્પનભોગનો મનોરથ યોજાયો હતો. આ મનોરથમાં બદામ, કાજુ, કિસમીસ, દ્રાક્ષ, અંજીરનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. આ મનોરથનો મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. આ ઉપરાંત વ્રજધામ ખાતે નિત્ય બ્રહ્મમુહૂર્તમાં હજારો ભક્તો શ્રીપુરુષોત્તમ સહસ્ત્રનામ મહાયજ્ઞનો પણ લાભ લઈ રહ્યાં છે.