મહારાષ્ટ્રમાં ભગવાન વિઠ્ઠલને બેંગલુરુના ઉદ્યોગપતિએ 25 લાખનો સોનાનો હાર ચઢાવ્યો 

મહારાષ્ટ્રમાં ભગવાન વિઠ્ઠલને બેંગલુરુના ઉદ્યોગપતિએ 25 લાખનો સોનાનો હાર ચઢાવ્યો 

મહારાષ્ટ્રના પંઢરપુરમાં ભગવાન વિઠ્ઠલને 750 ગ્રામ સોનાનો હાર અર્પણ કર્યો છે. બેંગલુરુના ઉદ્યોગપતિ એન. જી. રાઘવેન્દ્રએ  ભગવાનને આ હાર પહેરાવ્યો હતો, તેની કિંમત 25 લાખ રૂપિયા છે. ભગવાન વિઠ્ઠલનું મંદિર મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના પંઢરપુરમાં છે. રાઘવેન્દ્ર છેલ્લા 25 વર્ષથી પંઢરપુરની શોભાયાત્રામાં જોડાય છે. તેમણે બે મહિના અગાઉ પણ ભગવાન વિઠ્ઠલ અને માતા રુક્મણીને સોનાનો હાર અર્પણ કર્યો હતો. અહીં ભગવાન વિઠ્ઠલના દર્શન માટે દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આવે છે. બેંગલુરુના ઉદ્યોગપતિના આ કારનામું લોક ચર્ચાનો વિષય બન્યો છે.