15 જાન્યુઆરીથી શરૂ થતા અર્ધ કુંભમાં પહેલીવાર આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ થશે, થશે અર્ધ કુંભ

15 જાન્યુઆરીથી શરૂ થતા અર્ધ કુંભમાં પહેલીવાર આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ થશે, થશે અર્ધ કુંભ

અલાહાબાદમાં 15 જાન્યુઆરીથી શરૂ થતાં અર્ધ કુંભની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ ધાર્મિક મેળામાં રેલવે પહેલીવાર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની હોવાની જાહેરાત કરી છે. તેને દુનિયાની સૌથી મોટી કંપની આઈબીએમ દ્વારા બનાવવામાં આવશે. આ ટેક્નોલોજીની મદદથી મેળામાં આવનાર લોકોને નિયંત્રીત કરવામાં મદદ મળશે. આ ઉપરાંત ટીવી સ્ક્રીન અને કેમેરાથી મેળામાં નજર રાખવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઉત્તર-મધ્ય રેલવેના જનરલ મેનેજર રાજીવ ચૌધરીએ જણાવ્યું કે, લોકોને કંટ્રોલ કરવા માટે આઈબીએમની એઆઈ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વીડિયો એનાલિટિક્સ સર્વિસ આપશે. તે સિવાય દરેક તરફથી સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવશે અને સતત ટીવી સ્ક્રીન પર માહિતી અપડેટ કરવામાં આવશે.