રાહુલ ગાંધીએ બિહારનું અપમાન કર્યું ?

રાહુલ ગાંધીએ બિહારનું અપમાન કર્યું ?

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પર એવો આક્ષેપ મૂકાયો હતો કે એમણે બિહારની પ્રજાનું અપમાન કર્યું હતું. રાહુલે બિહારના યુવાનો કશું કરતા નથી એવી એક ટકોર ટ્વીટર પર કરી હતી. 21 સેકંડની આ વિડિયો ક્લીપ હાલ સોશ્યલ મિડિયામાં વાઇરલ થઇ રહી છે. આ વિડિયો ક્લીપ જોડે એવો દાવો કરાયો હતો કે રવિવારે રાહુલ ગાંધીએ પટણામાં યોજેલી રેલીમાં બિહારનું અપમાન થાય એવું વિધાન કર્યું હતું. રાહુલની આ ટકોરને ભાજપ દ્વારા સોશ્યલ મિડિયા પર ફરતી કરાઇ હતી એવો આક્ષેપ પણ થઇ રહ્યો હતો.

એક રિપોર્ટ મુજબ બે લાખથી વધુ લોકોએ આ વિડિયો ક્લીપ જોઇ હતી. ભાજપના નેતાઓ અને કેન્દ્રના પ્રધાનોએ પણ આ વિડિયો ક્લીપ વહેતી મૂકી હતી અને એમાં ભારપૂર્વક એવો દાવો કરાયો હતો કે રાહુલ ગાંધીએ બિહારનું અપમાન કર્યું હતું. આ વિડિયો ક્લીપમાં રાહુલ ગાંધી એવુ્ં કહેતાં સંભળાય છે કે બિહારના યુવાનોને પૂછો તો ખરા કે તમે કરો છો શું ?  જો કે જાણકાર સૂત્રો કહે છે કે રાહુલ ગાંધીના શબ્દોને સંદર્ભરહિત (આઉટ ઑફ કોન્ટેસ્ટ) રજૂ કરાઇ રહ્યા છે. રાહુલ જે સંદર્ભમાં આ વાક્ય બોલ્યા હતા કે સંદર્ભ જુદો હતો.