કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર આશાબેન કોને નિરાશ કરશે તેના પર સૌની નજર

કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર આશાબેન કોને નિરાશ કરશે તેના પર સૌની નજર

ઊંઝાની બેઠક પરથી ભાજપના દિગ્ગજ નેતા નારણ કાકાને હરાવનાર આશાબેન પટેલ ધારાસભ્ય પદેથી અને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધા બાદ ઉત્તર ગુજરાતના રાજકીય સમીકરણો બદલાયા છે. રાજીનામું આપ્યા બાદ આશાબહેને મીડિયા સમક્ષ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીની ટીકા કરી હતી. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે આથી એવું દેખાઈ રહ્યું છે કે આગામી ટૂંક સમયમાં જ આશાબેન ભાજપમાં જોડાઇ જશે.

સચિવાલયમાં જે ચર્ચા થઈ રહી છે તે મુજબ ભાજપના નેતાઓએ આશાબેન સાથે સેટિંગ કર્યું છે જે મુજબ આશાબેનને લોકસભાની બેઠક પરથી ચૂંટણી લડવા છે તેમજ તેમના સમર્થકોને પણ કોઈ મોટું પદ અપાશે. આશાબેનના રાજીનામા બાદ કોંગ્રેસમાં પણ ભૂકંપ આવ્યો છે સ્થાનિક નેતાઓ જાગ્યા છે હાઈ કમાન્ડના આદેશને પગલે લેતા હોય ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું છે. કોંગ્રેસના અન્ય ચાર થી છ ધારાસભ્યો પણ ભાજપના સંપર્કમાં હોવાની વાતો સામે આવી રહી છે.

અન્ય ધારાસભ્યો કે કોઈ અગ્રણીઓ ભાજપમાં ન જાય તે માટેની તમામ કાર્યવાહી શરૂ કરી છે જેના ભાગરૂપે પણ કોંગ્રેસમાંથી ગયેલાઓને પણ પરત લાવવા માટે પ્રયાસો શરૂ કરાયા છે. આશાબેન પટેલ સાથે કોંગ્રેસના ટોચના નેતાઓ સમજાવટ કરી રહ્યા છે જેમાં આશાબેનને મહેસાણાની લોકસભાની બેઠક પરથી ચૂંટણી લડવા માટેની ઓફર પણ કરાઈ છે. બીજી બાજુ ભાજપના આગેવાનો પણ ડોક્ટર આશાબેન સાથે સતત સંપર્કમાં છે. આ બંને પક્ષના નેતાઓ આશાબેનને મહેસાણાની બેઠક પરથી ચૂંટણી લડાવવા માટે આતુર છે. આમ ડોક્ટર આશાબેન ને લઈને ભાજપ અને કોંગ્રેસમાં ખેંચતાણ ચાલી રહી હોવાથી સચિવાલયમાં સૌ કોઈ એવી રમૂજ કરી રહ્યા છે કે ડોક્ટર આશાબેન કયા પક્ષને નિરાશ કરે તે જોવું રસપ્રદ બનશે.