નેતાજી-અખિલેશ વચ્ચે બે કલાક ચાલી બેઠક

નેતાજી-અખિલેશ વચ્ચે બે કલાક ચાલી બેઠક

મુખ્યમંત્રી પદ પર મળેલા સમર્થનના એક દિવસ બાદ યુપીના સીએમ અખિલેશ યાદવ આજે સવારે પિતા મુલાયમ સિંહને મળ્યાં. તેમની વચ્ચે લગભગ પોણા બે કલાક જેટલી વાતચીત ચાલી. સૌથી મહત્વની વાત એ હતી કે આ બેઠક દરમિયાન કોઈ હાજર નહતું. માત્ર અખિલેશ અને મુલાયમ જ હતાં. બંધ બારણે થયેલી આ બેઠકથી એવી અટકળો ચાલી રહી છે કે સમાધાન પર સહમતી બની ગઈ છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મુલાયમ સિંહ યાદવે અખિલેશ યાદવને આશ્વાસન આપ્યું છે કે યૂપીની આગામી વિધાનસભાની ચૂંટણીમાં તેઓ જ મુખ્યમંત્રી પદનો ચહેરો રહેશે અને મુલાયમ પોતે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બની રહેશે. સાથે સાથે મુલાયમે અખિલેશને એવી વિનંતી પણ કરી છે કે તેઓ ચૂંટણી પંચ પાસેથી પત્ર પાછો ખેંચી લે.