રાજકોટના કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલાની ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે વરણી થઇ

રાજકોટના કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલાની ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે વરણી થઇ

આજે રાજકોટના કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલાની ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. ગાયત્રીબા વાઘેલા રાજકોટ મહાનગર પાલિકાના વિપક્ષના નેતા તરીકે પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે. આ અંગે તેણીએ જણાવ્યું હતું કે,મહિલા સંગઠન મજબૂત બનાવવામાં આવશે. મહિલાઓને સાથે રાખી ઘરે ઘરે પહોંચી પ્રશ્નોને વાચા આપવામાં આવશે. ગુજરાતમાં મહિલાઓ અને યુવતીઓની અસલામતી તેમજ સ્ત્રી સશક્તિકરણ મામલે સરકાર સામે વિરોધ કરવામાં આવશે. મોંઘવારી મામલે પણ મહિલા કોંગ્રેસ દ્વારા રજૂઆત કરાશે. તેની સાથે સાથે લોકસભાની ચૂંટણી સંદર્ભે મહિલા સંગઠનને મજબૂત કરી કોંગ્રેસને મજબૂત બનાવવા માટે પ્રયાસો કરવામાં આવશે.