રાહુલ બનશે કોંગ્રેસ અધ્યક્ષ, 11 ડિસેમ્બરે થશે સત્તાવાર જાહેરાત

રાહુલ બનશે કોંગ્રેસ અધ્યક્ષ, 11 ડિસેમ્બરે થશે સત્તાવાર જાહેરાત

નવી દિલ્હીઃ કોંગ્રેસ પ્રેસિડન્ટ ઈલેકશન માટે કુલ 89 નોમિનેશન પેપર્સ મળ્યાં, તમામમાં રાહુલ ગાંધીનું નામ છે. મંગળવારે આ જાણકારી રિટર્નિગ ઓફિસરે મુલાપલ્લી રામચંદ્રને આપી. તેઓએ કહ્યું કે, સ્ક્રૂટની દરમિયાન તમામ પેપર્સ કાયદેસર હોવાનું જાણમાં આવ્યું છે. પ્રેસિડન્ટ પોસ્ટ માટે ઈલેકશન પ્રોસેર્સમાં હવે માત્ર એક વેલિડ કેન્ડિડેટ રાહુલ ગાંધી જ છે. હવે લગભગ નક્કી છે કે રાહુલ જ આગામી પાર્ટી પ્રેસિડન્ટ હશે. તેઓ આ પોસ્ટ પર પહોંચવાવાળા નેહરૂ-ગાંધી પરિવારના છઠ્ઠા સભ્ય છે. જો કે રાહુલ કોંગ્રેસના સૌથી મુશ્કેલ સમયમાં પાર્ટીના પ્રમુખ બની રહ્યાં છે. હાલના સમયે દેશના માત્ર 10% ભાગમાં કોંગ્રેસનું શાસન રહ્યું છે. 11 ડિસેમ્બરે 3 વાગ્યે નામ પરત ખેંચવાનો સમય પૂર્ણ થયાં બાદ રાહુલ ગાંધીને ઔપચારિક રીતે પાર્ટીના પ્રેસિડન્ટ જાહેર કરવામાં આવી શકે છે.