ગુજરાતના વિકાસની મજાક કરતા રાહુલ અમેઠી જઈને વિકાસ કરેઃ સ્મૃતિ ઇરાની

ગુજરાતના વિકાસની મજાક કરતા રાહુલ અમેઠી જઈને વિકાસ કરેઃ સ્મૃતિ ઇરાની

ડેડિયાપાડાઃ ડેડિયાપાડા તાલુકાના મોવી, સોલિયા અને ઇનરેકા સંસ્થાન પાસેથી યુવકોની સ્કુટર રેલીએ ગુજરાત ગૌરવ યાત્રાનું સ્વાગત કરી સ્કુટર રેલી સાથે ડેડિયાપાડા મુખ્ય બજારમાં થઇ, ડેડીયાપાડા ચાર રસ્તા થઇને ગુજરાત ગૌરવયાત્રા વેરાઇમાતાજીના પ્રાંગણમાં પહોંચી હતી. કેન્દ્રીય મંત્રી અને સાંસદ સ્મૃતિ ઇરાનીએ આ પ્રસંગે જણાવ્યુ હતું કે યુવકોના જન સેલાબ સલામ કરૂ છુ, નવ જવાનો વિકાસની આશા લઇને બેઠા છે. યુવકોનો વિકાસ થયો છે. ગુજરાતની પ્રજાનો વિકાસ થયો છે. ગુજરાતનો વિકાસ થયો છે. રાહુલ ગાંધી ગુજરાતમાં આવી ગુજરાતના વિકાસની મજાક ઉડાવે છે. ગુજરાતના વિકાસનો ઉપહાસ કરે છે જે વિચિત્ર બાબત છે. રાહુલ ગાંધી અમેઠીમાં જઇને જુએ, ત્યાં વિકાસ કરે, વિકાસ સાધારણ નાગરિકનું જીવન બદલી નાંખે છે.