રાહુલનો ગોધરામાં ભાજપ પ્રહાર જુઠ્ઠુ બોલી બોલીને વિકાસને ગાંડો કર્યો

રાહુલનો ગોધરામાં ભાજપ પ્રહાર જુઠ્ઠુ બોલી બોલીને વિકાસને ગાંડો કર્યો

લીમખેડા ગોધરા: રાહુલ ગાંધી બુધવારે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા અને લીમખેડામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત કોંગ્રેસ કાર્યકરોને સંબોધતાં જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી અને અમીત શાહે જુઠ્ઠુ બોલી બોલીને વિકાસને ગાંડો કર્યો છે. ગુજરાતમાં ભાજપે છેલ્લા 22 વર્ષથી ગરીબ પ્રજાને માત્ર સપના જ બતાવ્યા છે. તેવુ જણાવી ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. લીમખેડા અને દેવગઢ બારિયામાં યોજાયેલી જાહેર સભામાં કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતમાં વિકાસને શુ થઇ ગયું છે. માત્ર પાંચ-દસ મોટા ઉદ્યોગપતિ માટે જ નરેન્દ્ર મોદી અને અમીત શાહ કામ કરી રહ્યા છે. ગરીબ પ્રજાને માત્ર સપના બતાવી રહ્યા છે. પ્રદેશનું પૂરે પુરુ ધન, જમીન, વીજળી માત્ર ઉદ્યોગપતિઓ માટે વાપરવામાં આવી રહ્યું છે.