રાહુલ જણાવે, કોંગ્રેસ નેતાઓ અને તોયબા વચ્ચે કેવો સંબંધ : અમિત શાહ

રાહુલ જણાવે, કોંગ્રેસ નેતાઓ અને તોયબા વચ્ચે કેવો સંબંધ : અમિત શાહ

મહેબૂબા સરકાર પાડી દીધા બાદ ભાજપ અધ્યક્ષ અમિત શાહ શનિવારે પહેલીવાર જમ્મુ પહોંચ્યા હતા. ડો. શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિના કાર્યક્રમમાં સામેલ થયા બાદ રેલીમાં તેમણે ગુલામ નબી આઝાદ અને સૈફુદ્દીન સોજનાં નિવેદનોના બહાને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતુ. તેમણે કહ્યું કે ગુલામ નબી આઝાદે જે કહ્યું તેનું હું ફરીવાર પુનરાવર્તન પણ નથી કરી શકતો. આ કોંગ્રેસ નેતાઓ અને લશ્કર-એ-તોઈબા વચ્ચે કેવો સંબંધ છે? શું સંબંધ છે કે ગુલામ નબીનો અભિપ્રાય લશ્કર-એ-તોઈબા જેવો જ છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન સમર્થક નિવેદન માટે રાહુલ ગાંધીએ માફી માગવી જોઈએ. જમ્મુ-કાશ્મીર દેશનું અભિન્ન અંગ છે અને ભાજપ તેને ક્યારેય દેશથી અલગ થવા નહીં દે. પ્રજા પરિષદના આંદોલન સાથે જમ્મુ-કાશ્મીરને દેશ સાથે એક કરવા માટે ડો.શ્યામાપ્રસાદ મુખર્જીએ તેમનો જીવ પણ આપી દીધો હતો.