નીરવ મોદીને હોટલમાં મળ્યા હતા રાહુલ ગાંધી : શહજાદ પૂનાવાલા

નીરવ મોદીને હોટલમાં મળ્યા હતા રાહુલ ગાંધી : શહજાદ પૂનાવાલા

ભાગેડુ વિજય માલ્યાએ લંડનમાં આપેલા એક નિવેદને ભારતીય રાજનીતિમાં ભૂકંપ લાવી દીધો છે. માલ્યાના નિવેદન પછી કોંગ્રેસે બીજેપી ઉપર નિશાન સાધ્યું છે અને વિત્તમંત્રીના રાજીનામાની માંગણી કરી છે. કોંગ્રેસ નેતા પીએલ પુનિયાએ દાવો કર્યો છે કે દેશ છોડતા પહેલા તેણે જેટલી સાથે માલ્યાને વાત કરતો જોયો હતો.
આ નિવેદનના સિલસિલામાં શહજાદ પૂનાવાલાએ કહ્યું છે કે તેણે રાહુલ ગાંધીને નીરવ મોદી સાથે એક હોટલમાં મુલાકાત કરતા જોયા હતા. તે સમયે નીરવ મોદીને લોન મળી હતી. પૂનાવાલાએ દાવો કરતા કહ્યું હતું કે રાહુલ ગાંધી હું તમને પડકાર આપું છું. મેં તમને સપ્ટેમ્બર 2013માં એક હોટલમાં નીરવ મોદી સાથે મુલાકાત કરતા જોયા હતા આ દરમિયાન નીરવ અને તેના મામા મેહુલ ચોક્સીને બેન્કોમાંથી લોન મળી રહી હતી. હું જે કહી રહ્યો છું તેને સાબિત કરવા માટે લાઇ ડિટેક્ટર ટેસ્ટ માટે પણ તૈયાર છું.