GSTના નવા નિયમ

GSTના નવા નિયમ

તેલ અને સાબુનો ટેક્સ રેટમાં ઘટાડો કરવાની પરવાનગી આપી દીધી છે. કેન્દ્રીય નાંણાકીય મંત્રી અરુણ જેટલીની અધ્યક્ષતા ધરાવતી પરિષદે બેઠકના પહેલા સત્રના નવા નિયમોને પરવાનગી આપી દીધી છે. જીએસટી હેઠળ તેલ, સાબુ, ટૂથપેસ્ટ પર 18 ટકાના દરે જીએસટી લાગશે. જ્યારે અત્યારે આ ટકાવારી 22 થી 24 ટકા છે. અનાજ પર પણ જીએસટી લાગુ કરવામાં આવશે નહીં જેના પર હાલ પાંચ ટકા ટેક્સ લાગે છે. આ ઉપરાંત ચા, ખાંડ, કૉફી, ખાદ્યતેલ પર પણ પાંચ ટકા ટેક્સ લાગશે જે હાલના ટેક્સ રેટની નજીક છે. જ્યારે મિઠાઇ પર પાંચ ટકાના દરે જીએસટી લાગશે. નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ કોલસો પણ સસ્તો થઇ જશે. કોલસા પર જીએસટી રેટ પાંચ ટકા રહેશે. તેના પર પણ હાલમાં 11.69 ટકા ટેક્સ લાગે છે. 

કેન્દ્રીય નાણાંમંત્રી અરુણ જેટલીની અધ્યક્ષતા ધરાવતી પરિષદે બેઠકના પહેલા સત્રમાં વસ્તુ તેમજ સેવા કર વ્યવસ્થા હેઠળના નિયમોને પણ પરવાનગી આપી દીધી છે. જીએસટી 1 જુલાઇથી અમલી બનાવવાની યોજના છે. પરિષદમાં તમામ રાજ્યોના નાણાંમંત્રી અથવા તેમના પ્રતિનિધિ સામેલ છે. જેટલીએ કહ્યુ કે આજની બેઠકમાં 1,211માંથી 6 ને છોડીને બાકીની તમામ વસ્તુઓ માટે જીએસટી રેટ નક્કી કરવામાં આવ્યો છે. સોર્સ ગુજરાત સમાચાર