NDAના હરિવંશ નારાયણ રાજ્યસભા ઉપ-સભાપતિ પદે ચૂંટાયા

NDAના હરિવંશ નારાયણ રાજ્યસભા ઉપ-સભાપતિ પદે ચૂંટાયા

આજે એટલે કે 9 ઓગષ્ટે રાજ્યસભાના ઉપ સભાપતિ પદ માટે ચૂંટણી યોજવામાં આવી. આ ચૂંટણીમાં એનડીએના ઉમેદવારને જીત મેળવી પૂરા દેશને સરપ્રાઈઝ આપી છે.

એનડીએના પૂર્વ પત્રકાર અને બિહાર-ઝારખંડના મોટા સમાચાર પત્ર પ્રભાત ખબરના એડિટર રહી ચુકેલા હરિવંશ નારાયણ સિંહને જીત મળી છે. હરિવંશને 125 વોટ મળ્યા જ્યારે કોંગ્રેસ તરફથી પાર્ટીના પૂર્વ મહાસચિવ બીકે હરિપ્રસાદ ઉમેદવાર હતા. કોંગ્રેસના ઉમેદવારને માત્ર 105 વોટ મળ્યા.

હરિવંશને જીત મળ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે શુભેચ્છા પાઠવી છે. નરેન્દ્ર મોદીએ શુબેચ્છા પાઠવતા કહ્યું કે, હું પૂરા સદન તરપથી હરિવંશને શુભેચ્છા પાઠવું છું. તેમને લેખનની પ્રતિભાનો આશિર્વાદ મળ્યો છે. તે પૂર્વ પ્રધાનમંત્રી ચંદ્રશેખરજીના પણ પસંદગીના હતા. હરિવંશસિંહ કલમના ધણી છે.

ઉલ્લેખનીય છે કે, મોટાભાગના રાજકિય વિશેષજ્ઞોનું માનવું હતું કે, કોંગ્રેસના ઉમેદવાર આ ચૂંટણીમાં જીત મેળવશે, પરંતુ એનડીએના ઉમેદવારે જીત મેળવી બધાને સરપ્રાઈઝ આપી દીધી છે. તમને જણાવી દઈએ કે, રાજ્યસભામાં કોંગ્રેસ અને તેમની સયોગી પાર્ટીઓ પાસે સીટો વધારે, જ્યારે એનડીએ પાસે સીટો ઓછી છે.