નહેરુની ટીકા કરનારા મોદી તેમના જ માર્ગે ચાલે છે : ઉદ્ધવ ઠાકરે

નહેરુની ટીકા કરનારા મોદી તેમના જ માર્ગે ચાલે છે : ઉદ્ધવ ઠાકરે

પંડિત જવાહરલાલ નહેરુએ ચીન સાથે મૈત્રી કરી એ ભારે પડી હતી. નહેરુની ટીકા કરવાની એક પણ તક વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છોડી નથી. હવે નહેરુના જ પંચશીલ માર્ગે મોદી ચીનની સમસ્યા ઉકેલવા માગે છે એમ જણાવતા નહેરુએ પંચશીલની શરૂઆત કરી હતી. મોદીએ પંચસૂત્રને ટેકો આપ્યો પણ વિચાર નહેરુનો છે. યુદ્ધ નહીં તો બુદ્ધ જ જોઈએ એ નહેરુને જેમ મોદીને પણ પસંદ પડ્યું છે એમ દેખાય છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું આ બાબતે શું જણાવવું છે? એવો ટોણો શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ભાજપને માર્યો હતો. વડાપ્રધાન મોદી ચીનના બે દિવસના પ્રવાસે ગયા હતા. આ પ્રવાસ નિમિત્તે ઉદ્ધવ ઠાકરેએ સામનાના અગ્રલેખ થકી મોદીની ટીકા કરી હતી. મોદીને ચીનની સરહદ પર શાંતી જોઈએ છે.