PM મોદીએ પકોડા ખાઈ ઉપવાસ કર્યાઃ શક્તિસિંહ ગોહિલનો આક્ષેપ

PM મોદીએ પકોડા ખાઈ ઉપવાસ કર્યાઃ શક્તિસિંહ ગોહિલનો આક્ષેપ

ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઉપવાસના રાજકારણમાં હવે એકબીજાના ઉપવાસને નાટક સાબિત કરવાની રેસ લાગી છે. કોંગ્રેસી નેતાઓએ ઉપવાસ પર બેસતાં પહેલાં પેટ ભરીને છોલે-ભટુરે ખાધા હોવાની તસવીરો જાહેર થયા બાદ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય રહ્યો હતો. તેના વળતો જવાબ આપતાં ગુરુવારે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે વડાપ્રધાન મોદીના આજના કાર્યક્રમનું શેડ્યુઅલ રજૂ કર્યું હતું, જેમાં વડાપ્રધાને આજે નાસ્તા અને ભોજનનો પણ ઉલ્લેખ છે. શક્તિસિંહ ગોહિલે ટ્વિટર પર ઘટસ્ફોટ કરતાં લખ્યું છે કે, માનનીય જુમલેબાજે આજે નાસ્તામાં અને લંચમાં શું ખાધું હશે? અલબત્ત, ચા અને ભજીયા... આખરે તો આજે ઉપવાસના જુમલાનો દિવસ છે. વડાપ્રધાનના 12 એપ્રિલના તામિલનાડુ પ્રવાસનું મિનિટ ટૂ મિનિટ શેડ્યુઅલ પણ રજૂ કર્યું છે, જેમાં બ્રેકફાસ્ટ અને લંચની વિગત લખેલી છે.