લઘુમતીઓ પાસે વધારે અધિકાર : સત્યપાલ સિંહ

લઘુમતીઓ પાસે વધારે અધિકાર : સત્યપાલ સિંહ

કેન્દ્રીય મંત્રી સત્યપાલ સિંહે શનિવારે કહ્યું કે દેશમાં લઘુમતીઓને જે અધિકારો મળ્યા છે, તે બહુમતી લોકો પાસે પણ નથી. દિલ્હી યુનિવર્સિટીમાં આંબેડકર જયંતી પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં તેમણે કહ્યું કે છેલ્લા બે દાયકામાં જે રીતે બંધારણ અને કાયદાની વ્યાખ્યા કરાઈ છે, તે જોવાની જરૂર છે. અમને તે જોવા દો. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે 70 વર્ષ પહેલાં બંધારણ સ્વીકારવામાં આવ્યું છે, પરંતુ આપણે તેનું સમાવેશન કરી શક્યા નથી. રુલ ઓફ લૉનો અર્થ છે કે કાયદો બધા માટે બરાબર છે.