MP: CM શિવરાજના સાળા સંજયસિંહ કોંગ્રેસમાં જોડાયા, ટિકિટ ન મળતાં નારાજ હતાં

MP: CM શિવરાજના સાળા સંજયસિંહ કોંગ્રેસમાં જોડાયા, ટિકિટ ન મળતાં નારાજ હતાં

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના સાળા સંજય સિંહ શનિવારે કોંગ્રેસમાં સામેલ થઈ ગયા. દિલ્હીમાં કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સમાં તેની જાહેરાત કરવામાં આવી. આશા છે કે કોંગ્રેસ શનિવારે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દેશે. સંજયસિંહનું કોંગ્રેસમાં જોડાવું મધ્યપ્રદેશ ભાજપ માટે મોટો ઝટકો માનવામાં આવે છે. મળતી માહિતી મુજબ સંજયસિંહ ટિકિટ ન મળવાને કારણે નારાજ હતા. પાર્ટી તરફથી પહેલા 31 ઓક્ટોબરે યાદી જાહેર કરવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ થોડાક નામોને લઈને દિગ્વિજય અને સિંધિયા વચ્ચે સહમતિ નહોતી સધાઈ. આ ઉપરાંત બંને નેતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સામે જ ઝઘડી પડ્યા હતા. પહેલી યાદીની જાહેરાત ટાળવામાં આવી હતી. શુક્રવારે યાદી જાહેરાત થવાની શક્યતા હતી પરંતુ મોડી રાત્રે પીસીસી ચીફ કમલનાથે નિવેદન આપ્યું કે આજે યાદી જાહેર નહીં થાય.