કુમાર વિશ્વાસે માફી ન માગતાં કહ્યું- મેં તો નિવેદન દોહરાવ્યું છે

કુમાર વિશ્વાસે માફી ન માગતાં કહ્યું- મેં તો નિવેદન દોહરાવ્યું છે

આપના અસંતુષ્ટ નેતા કુમાર વિશ્વાસે માનહાનિ મામલે કેન્દ્રીયમંત્રી અરુણ જેટલીની માફી માગી છે. તેમણે ગુરુવારે દિલ્હી હાઈકોર્ટમાં કહ્યું કે જેટલી વિરુદ્ધ તેમનું નિવેદન પાર્ટી કાર્યકર્તા તરીકે અરવિંદ કેજરીવાલ તરફથી મળેલી સૂચના પર આધારિત હતું. હાઈકોર્ટમાં હાજર વિશ્વાસે કહ્યું કે કોઈ નિવેદન આપતા કે જેટલીથી માફી માગતા પહેલાં તે જાણવા માગે છે કે જ્યારે કેજરીવાલે કહ્યું કે કેન્દ્રીય મંત્રી વિરુદ્ધ તેમના આરોપો દસ્તાવેજો આધારિત છે ત્યારે શું તેઓ જુઠ્ઠું બોલ્યા હતા?