મહાગઠબંધનમાં સામેલ થઈ RLSP, NDAમાં મારું અપમાન થતું હતુંઃ કુશવાહા

મહાગઠબંધનમાં સામેલ થઈ RLSP, NDAમાં મારું અપમાન થતું હતુંઃ કુશવાહા

એનડીએથી અલગ થયેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉપેન્દ્ર કુશવાહા આજે મહાગઠબંધનમાં સામેલ થઈ ગયા છે. ગુરુવાર સાંજે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના સીનિયર નેતા એહમદ પટેલે આ વિશે જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે, રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી (RSLP)ના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશાવાહ મહાગઠબંધનમાં સામેલ થઈ ગયા છે. આ પ્રેસ કોન્ફરન્સમાં આરજેડી નેતા તેજસ્વી યાદવ, શરદ યાદવ અને હિન્દુસ્તાન અવામ મોર્ચાના જીતનરામ માંઝી સ્ટેજ પર હાજર રહ્યા હતા. 
કુશવાહાએ કહ્યું કે, એનડીએમાં મારું અપમાન થઈ રહ્યું હતું અને બીજી બાજુ મહાગઠબંધનના લોકો મારું સ્વાગત કરવા તૈયાર હતા. મને અહીં પોતાનાપણું લાગ્યું છે. લાલુ યાદવ અને રાહુલ ગાંધીએ ઉદારતા દાખવી છે. હું જનતાની ભાવનાની કદર કરીને મહાગઠબંધનમાં આવ્યો છું. વડાપ્રધાને બિહારની જનતાને વાયદો કર્યો હતો કે, તેમણે રોજગારી માટે બીજા રાજ્યોમાં નહીં જવું પડે. વડાપ્રધાને જનતાના ઘણાં વાયદા પૂરા કર્યા નથી.