UP: DMએ ન સાંભળ્યું તો જાતે જ રસ્તો બનાવી દીધો

UP: DMએ ન સાંભળ્યું તો જાતે જ રસ્તો બનાવી દીધો

ઉત્તર પ્રદેશના મંત્રી ઓમપ્રકાશ રાજભરે પૈતૃક ગામ ફતેહપુર સિંધોરામાં હાથમાં પાવડો લઇને ઘર સામે રસ્તો બનાવવામાં વ્યસ્ત જણાય રહ્યા છે. 21 જૂને રાજભરના પુત્ર અરવિંદના લગ્ન સંપન્ન થયા. 24 જૂને રિસેપ્શન યોજાવાનું હતુ. જોકે, તેમના ઘરની સામેનો રસ્તો તૂટેલો હોવાથી રાજભરે ઘણા સમય પહેલા ડીએમ અને કમિશનરને રસ્તો બનાવવાનું કહેવાનું શરૂ કરી દીધું હતું. સમય વીતતો ગયો અને છેવટે રિસેપ્શનની તારીખ પણ આવી ગઇ. શનિવારે રિસેપ્શનના એક દિવસ અગાઉ ઓમપ્રકાશે પુત્રો અરવિંદ, અરુણ, ભાઇ વીરેન્દ્ર અને રામલખન તથા જમાઇ બુદ્ધીરાજને બોલાવ્યા. રસ્તા પર માટી નાખી અને બધાએ ભેગા મળીને એક દિવસમાં લગભગ અડધો કિ.મી. લાંબો રોડ બનાવી દીધો. ભલે કાચો રોડ બની શક્યો છે પણ વીવીઆઇપી મહેમાનોની કાર્સ અહીં સુધી આવી શકે તેવો રોડ તો બની જ ગયો છે.