મટન ખાવાથી ઉર્દુ ના આવડે, તેમ જનોઈ પહેરવાથી બ્રાહ્મણ થવાય: પરેશ રાવલ

મટન ખાવાથી ઉર્દુ ના આવડે, તેમ જનોઈ પહેરવાથી બ્રાહ્મણ થવાય: પરેશ રાવલ

સુરત: અમદાવાદના સાંસદ અને બોલિવૂડના અભિનેતા પરેશ રાવલે સુરતમાં જાહેર સભા સંબોધતાં કહ્યું હતું કે મટન ખાવાથી ઉર્દુ આવડે અને જનોઈ પહેરવાથી બ્રાહ્મણ થવાય. તેમણે ઉમેર્યું કે હિંદુ બનવા નીકળ્યા છો તો મંદિરમાં ગયા બાદ રાહુલજી મોદીની જેમ અન્નનો દાણો લીધા વિના નવ દિવસના ઉપવાસ પણ કરી બતાવો. રાહુલના પ્રમુખ થવા અંગે કહ્યું કે પિતાની ચપ્પલ પહેરવાથી પિતા જેવી ચાલ થઈ જતી નથી. અનામત વિના પટેલોએ સમગ્ર વિશ્વમાં ડંકો વગાડ્યો છે. વિશ્વના કોઈપણ ખૂણામાં જાવ પટેલ તો મળશે જ. નીતિશે કહ્યું રાહુલના જનોઈધારી હિંદુ તથા અહેમદ પટેલ જેવા નેતાને બાજુ પર મૂકવાથી લાગે છે કે કોંગ્રેસ કટ્ટરવાદ તરફ જાય છે.