નેહરુની જગ્યાએ ઝીણા PM બન્યા હોત તો ભાગલા ના પડત: દલાઈ લામા

નેહરુની જગ્યાએ ઝીણા PM બન્યા હોત તો ભાગલા ના પડત: દલાઈ લામા

બોદ્ધ ધર્મગુરૂ દલાઈ લામા ગોવાની ઈન્સિટીટયૂટ ઓફ મેનેજમેટની 25મી વર્ષગાંઠના કાર્યક્રમ દરમિયાન હાજર રહ્યા હતા. જ્યાં તેમણે જવાહર લાલ નહેરૂ અને મોહમ્મદ અલી ઝીણા વિશે વાત કરી.

દલાઈ લામાએ ગોવાની ઈન્સિટીટયૂટમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત દરમિયાન જણાવ્યુ કે જો જવાહર લાલ નહેરુની જગ્યાએ ઝીણા વડાપ્રધાન બન્યા હોત તો દેશના ભાગલા ના પડ્યા હોત.

દેશના એક અગ્રણીય અખબાર પ્રમાણે દલાઈ લામાએ કહ્યું મહાત્મા ગાંધી તો ઝીણાને PM બનાવવા માગતા હતા પરંતુ નેહરુએ ના પાડી દીધી હતી. નેહરુએ કહ્યુ હતુ કે હું વડાપ્રધાન બનવા માગુ છુ. ભારત પાકિસ્તાન એક થઈ જાત જો ઝીણા PM બન્યા હોત, પંડિત નહેરુ બુધ્ધિશાળી હતા પણ તેમનાથી ભૂલ થઈ ગઈ. ઉલ્લેખનીય છે કે ગોવામાં છેલ્લા સાત વર્ષમા દલાઇ લામાનું આ પહેલુ ભાષણ હતુ.