વિધાનસભાની ચૂંટણીમાં જો કોંગ્રેસનો વિજય થશે તો મુખ્યપ્રધાન પરેશ ધાનાણી હશે: હાર્દિક પટેલ

વિધાનસભાની ચૂંટણીમાં જો કોંગ્રેસનો વિજય થશે તો મુખ્યપ્રધાન પરેશ ધાનાણી હશે: હાર્દિક પટેલ

ગાંધીનગર: હાર્દિક પટેલે અમરેલીમાં અનામત તથા ખેડૂતોને પડતી તકલીફો વિશેની જાહેર સભા સંભાધતા જાહેરમાં નિવેદન કર્યુ હતુ કે, અમરેલીના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી ધારાસભ્યના ઉમેદવાર નહિ પરંતુ મુખ્યમંત્રીના ઉમેદવાર છે. ખેડૂતના દિકરાને મુખ્યમંત્રી બનાવવો જોઇએ. જ્યારે ગુજરાત એવુ રાજ્ય છે જ્યાં આપણે છેલ્લા 25-25 વર્ષોથી મુર્ખ અને નપુંસક જેવા ધારાસભ્યો બેસાડી રાખ્યા હોવાનુ હાર્દિક પટેલે જાહેર સભામાં નિવેદન કર્યુ હતુ. જેથી હાર્દિકના નિવેદનથી સમગ્ર રાજ્યનું વાતાવરણ ગરમાયુ હતું. જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પણ હાર્દિક પટેલના નિવેદન પર‘નો કોમેન્ટ’ કહીને જવાબ ટાળ્યો હતો. જેમાં હાર્દિક પટેલે જણાવ્યુ હતુ કે અમરેલી જિલ્લો રાજકારણનુ એપી સેન્ટર છે, દર વખતે અમરેલીના કૃષિમંત્રી હોય છે.