નિર્ણય ન લેવાયો, તો ‘સાયકલ’ ચિહ્ન થશે રદ્દ

નિર્ણય ન લેવાયો, તો ‘સાયકલ’ ચિહ્ન થશે રદ્દ

બે ભાગલાઓમાં વહેંચાયેલા સપા પક્ષના બંન્ને નેતાઓ સાયકલના ચિહ્ન પર દાવો કરી રહ્યાં છે. અહીં મહત્વપૂર્ણ વાત એ છે કે જો ચૂંટણી પંચ એ વાતનો નિર્ણય ન કરી શકે કે પાર્ટીમાં કોની પાસે વધુ બહુમત છે, તો તે સાયકલના ચૂંટણી ચિહ્ન પર જ રોક લાગવે એવું બને. ઉપલબ્ધ જાણકારી અનુસાર, જો એક નિશ્ચિત સમયમાં આ વાતનો નિર્ણય ન થઇ શક્યો તો ચૂંટણી પંચ આ ચિહ્ન પર રોક લગાવી દેશે.

અહીં વાંચો - ઓપિનિયન પોલઃ પૂર્ણ બહુમત સાથે ઉત્તર પ્રદેશમાં સરકાર બનાવશે ભાજપ

સપા પક્ષના છૂટા પડેલા બંન્ને દળોએ પોતપોતાના દસ્તાવેજ ચૂંટણી પંચને આપ્યા છે. ચૂંટણી પંચ દ્વારા બંન્ને દળોને 9 જાન્યૂઆરી સુધીનો સમય આપવામાં આવ્યો છે, જેથી તેઓ એફિડેવિટ દાખલ કરે. સૂત્રો અનુસાર 17 જાન્યૂઆરી સુધીમાં જો એ નક્કી ન થઇ શક્યું કે સપામાં બહુમત કોની પાસે છે, તો શક્ય છે કે આ ચૂંટણી ચિહ્ન જ સિઝ કરવામાં આવે.