અમેરિકાની કોંગ્રેસમાં પહેલી વખત બે મુસ્લિમ મહિલાઓ ચૂંટાઈ આવી

અમેરિકાની કોંગ્રેસમાં પહેલી વખત બે મુસ્લિમ મહિલાઓ ચૂંટાઈ આવી

અમેરિકાની મીડ ટર્મ ચૂંટણીઓમાં નવો ઈતિહાસ રચાયો છે. પહેલી વખત અમેરિકાની કોંગ્રેસમાં બે મુસ્લિમ મહિલાઓ ચૂંટાઈ આવી છે. ડેમોક્રેટિક પાર્ટીની ઉમેદવાર રાશિદા તાલિબને મિશગન અને ઈલ્હાન ઉમરને મિનેસોટામાંથી જીત મળી છે.

42 વર્ષની રાશિદા તાલિબ મૂળે પેલેસ્ટાઈનની છે. જ્યારે ઈલ્હાન મૂળે સોમાલિયાની છે. ઈલ્હાનના પરિવારે 1991માં સોમિલાયા છોડી દીધુ હતુ અને ચાર વર્ષ કેન્યામાં શરણાર્થી તરીકે વિતાવ્યા બાદ અમેરિકા આવ્યા હતા.