દિલ્હીઃ સિગ્નેચર બ્રિજના ઉદ્ધાટન કાર્યક્રમમાં મનોજ તિવારી અને આપ કાર્યકર્તાઓ વચ્ચે મારામારી

દિલ્હીઃ સિગ્નેચર બ્રિજના ઉદ્ધાટન કાર્યક્રમમાં મનોજ તિવારી અને આપ કાર્યકર્તાઓ વચ્ચે મારામારી

દિલ્હીના વજીરાબાદમાં યમુના નદી પર બનેલા સિગ્નેચર બ્રિજના ઉદ્ઘાટન કાર્યક્રમમાં સાંસદ મનોજ તિવારીને આમંત્રણ ન અપાયુ હોવા છતાં ત્યાં પહોંચતા વિવાદ થયો હતો. આ દરમિયાન તિવારી અને આપ કાર્યકર્તાઓ વચ્ચે મારામારી પણ થઇ હતી. આરોપ છે કે, મનોજ તિવારીએ અહીં પોલીસકર્મીઓ સાથે મારપીટ કરવાની પણ કોશિશ કરી. જ્યારે મનોજ તિવારીએ કહ્યું કે, તેઓને ઉદ્ઘાટનમાં આવવાનું આમંત્રણ મળ્યું હતું. પરંતુ જ્યારે તેઓ મંચ પર જઇ રહ્યા હતા ત્યારે આપ ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાને તેઓને ધક્કો માર્યો હતો. દિલ્હી ભાજપા પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ કહ્યું કે, મારાં લોકસભા ક્ષેત્રમાં બની રહેલા આ બ્રિજનું કામ જે વર્ષોથી અટક્યું હતું, તે મેં ફરીથી શરૂ કરાવ્યું છે. હવે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બ્રિજના ઉદ્ઘાટનનો કાર્યક્રમ કરી રહ્યા છે. મને પણ કાર્યક્રમમાં સામેલ થવા માટે બોલાવવામાં આવ્યો હતો.