ડીએમકેના અધ્યક્ષ અને તામિલનાડુના પૂર્વ CM કરુણાનિધિએ લીધી ચિર વિદાય

ડીએમકેના અધ્યક્ષ અને તામિલનાડુના પૂર્વ CM કરુણાનિધિએ લીધી ચિર વિદાય

ચેન્નાઇની કાવેરી હોસ્પિટલમાં છેલ્લા 11 દિવસથી સારવાર લઇ રહેલા ડીએમકે અધ્યક્ષ કરુણાનિધિનું નિધન થયું છે. પાંચ વખત તમિનલાડુના મુખ્યમંત્રી રહેલા કરુણાનિધિની તબિયત વધારે બગડતા તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા. કાવેરી હોસ્પિટલના નિવેદનામાં જણાવ્યું હતું કે, 94 વર્ષીય પૂર્વ મુખ્યમંત્રી કરુણાનિધિનું સારવાર દરમિયાન નિધન થયું છે. કરુણાનિધિના નિધનથી સમર્થકોમાં શોકની લાગણી ફેલાઇ હતી. હોસ્પિટલ બહાર સમર્થકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. કરુણાનિધિના સમર્થકોની આંખોમાંથી આંસુઓ વહેવા લાગી હતી. સમર્થકોને કાબુમાં લેવા માટે મોટી સંખ્યામાં પોલી કાફલો પણ હોસ્પિટલ બહાર જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ. વેકૈયા નાયડુ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના અનેક નેતાઓ હોસ્પિટલ જઇને કરૂણાનિધિના ખબરઅંતર પૂછી ચુક્યા છે.

પાંચ વખત તમિલનાડુના મુખ્યમંત્રી અને ડીએમકેના અધ્યક્ષ એમ. કરુણાનિધિની જિંદગી બીજા કરતા અલગ તરી આવે છે. 14 વર્ષની ઉંમરમાં જ અભ્યાસ છોડીને કરુણાનિધિએ રાજકિય દુનિયામાં એન્ટ્રી કરી હતી. 'હિન્દી હટાવો' આંદોલન કર્યાબાદ તેમની જિંદગી બદલાઇ હતી. હિન્દી વિરોધ આંદોલન બાદ કરુણાનિધિ નાટક, સમાચાર પત્ર અને ફિલ્મો માટે લખવા લાગ્યા. તેમની આ કલાના કારણે તેમને અન્નાદુરાઇએ તેમને પાર્ટીની પત્રિકા કુદિયારાસુને સંપાદક બનાવાયા. ત્યારબાદ કરુણાનિધિએ અન્નાદુરાઇનો હાથ પકડી લીધો પછી ક્યારે પાછળવળીને જોયું જ નહીં.