તેલંગણામાં ગઠબંધન માટે મજબૂત સીટો નહી છોડવાની રાહુલ ગાંધીની સ્પષ્ટતા

તેલંગણામાં ગઠબંધન માટે મજબૂત સીટો નહી છોડવાની રાહુલ ગાંધીની સ્પષ્ટતા

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેલંગણાના કોંગ્રેસના નેતાઓ સાથેની મુલાકાતમાં સ્પષ્ટ કહ્યું છે કે, જે સીટે પર કોંગ્રેસ પાર્ટી મજબૂત છે તે સીટો પર તેઓ સહયોગીઓ માટે નહી છોડે. તેલંગણાના નેતાઓને રાહુલ ગાંધીએ ભલે આ સ્પષ્ટતા કરી હોય પરંતુ કોંગ્રેસનો આ ફોર્મ્યૂલા સમગ્ર દેશમાં લાગૂ થશે તેનું કહેવામાં આવી રહ્યું છે.

રાહુલે દરેક સાથે વ્યક્તિગત મુલાકાત કરી. જે બાદ તેમણે બેઠકને સંબોધિત કરી. રાહુલે કહ્યું કે, જો રાજ્યમાં TDP, CPI અને TJS સાથે કોઇ ગઠબંધન થાય તો તેઓ પાર્ટીના ફાયદા જોઇને કરવામાં આવશે. જ્યાં અમે મજબૂત છીએ તે સીટોને સાથીઓ માટે બલિદાન નહી કરીએ. હુલના તેલંગણાના નેતાઓ સાથેની આ બેઠક દિલ્હી હેડક્વાટરના વોર રૂમમાં થઇ.