માયાવતીની પાર્ટી બસપાની માન્યતા રદ કરવાની માંગ

માયાવતીની પાર્ટી બસપાની માન્યતા રદ કરવાની માંગ

ભાજપના પ્રદેશ કારોબારી સભ્ય નીરજ શંકર સકસેનાએ ફરીયાદ નોંધાવી હતી. સકસેનાએ કહ્યુ કે માયાવતીએ સુપ્રિમ કોર્ટની બંધારણીય પીઠના નિર્ણય વિરૂદ્ધ નિવેદન આપ્યુ છે. પીઠે પોતાના નિર્ણયમાં કહ્યુ હતું કે ધર્મ અને જાતિના આધારે મત માંગી ન શકાય. ફરીયાદમાં જણાવ્યા અનુસાર માયાવતીએ ૩ જાન્યુઆરી ૨૦૧૭ના રોજ પત્રકાર પરિષદ યોજી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી લડનાર ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. તે યાદીને માયાવતીએ ધર્મ અને જાતિના આધારે વિભાજીત કર્યા હતા. સાથે જ માયાવતીએ બસપાની એક બુકલેટ બહાર પાડી હતી કે મુસલમાનોની સાચી હિતેચ્છુ બસપા છે.