જસદણની વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપનો વિજય

જસદણની વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપનો વિજય

જસદણ વિધાનસભાની પેટાચૂંટણીમાં કેબિનેટ મંત્રી અને ભાજપના ઉમેદવાર બાવળિયાનો વિજય થયો છે. કુંવરજીના આ વિજયના અનેક સૂચિતાર્થો છે. 2017માં કોંગ્રેસના બાવળિયા 9,277 મતે જીત્યા હતા, જ્યારે ભાજપના બાવળિયા 19,985 મતથી વિજયી બન્યા છે. આ જીત પાછળ ભાજપનું સંગઠન અને કુંવરજીની અંગત છબિ નિર્ણાયક બન્યા છે. તેમ ચર્ચાય રહ્યું છે. આ પહેલા કુંવરજી કોંગ્રેસમાંથી પાંચવાર આ બેઠક પર વિજય મેળવી ચૂક્યા છે અને છઠ્ઠો વિજય છે. સામાન્ય રીતે એવી છાપ હતી કે જસદણમાં કોંગ્રેસનું વર્ચસ્વ છે, પરંતુ કુંવરજીની આ જીતને પગલે સાબિત થયું કે, જસદણમાં કોંગ્રેસ પોતાના બળે નહીં પણ બાવળિયાને બળે ચાલતી હતી.