વધુ એક ગુજરાતીનું વિદેશમાં મોત

વધુ એક ગુજરાતીનું વિદેશમાં મોત

નાઇજીરીયામાં નોકરી કરવા ગયેલ ભાણાવડ ગામનો રાજેશ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો છે એવી માહિતી વચ્ચે આજે તેના મૃત્યુના સમાચાર આવ્યા છે. હવે રાજેશનો મૃતદેહ ભારત લાવવા માટે પરિવારે સરકાર પાસે સહાય માગી છે. રાજેશના મૃત્યુના સમાચાર તેના રૂમ પાર્ટનરે આપી.

છેલ્લાં પંદર દિવસથી રાજેશના ફોન આવતા બંધ થઇ ગયા હતા
આજથી પાંચ મહિના પહેલાં રાજેશે મુંબઇની એક કંપનીમાં ઇન્ટરવ્યુ આપતા નાઈજીરિયામાં નોકરી માટે પસંદગી થઇ હતી. પરંતુ અચાનક જ 15 દિવસ પહેલાં રાજેશને પેટમાં તકલીફ થઇ હોવાનો ફોન આવ્યો હતો. ભરૂચના તેના રૂમ પાર્ટનરે રાજેશ હોસ્પિટલમાં હોવાનો વીડિયો મોકલ્યો હતો અને પરિવારે સાંચુ માની લીધું હતું. પરંતુ અચાનક જ રાજેશના ફોન આવતા બંધ થઇ ગયા હતા. રાજેશના પરિવારે કંપનીમાં ફોન કર્યા પરંતુ ત્યાંથી કોઇ ફોન ઉપાડતું નહોતું. રાજેશના મૃત્યુના કંપનીએ કોઇ સમાચાર આપ્યા નથી.