તલાક આપનાર પતિ સામે મુસ્લિમ મહિલા કોર્ટમાં

તલાક આપનાર પતિ સામે મુસ્લિમ મહિલા કોર્ટમાં

વડોદરાની મુસ્લિમ પરિણીતાએ પોતાને ત્રણ વખત તલાક બોલી છૂટાછેડા આપનાર પતિ વિરૃધ્ધ કોર્ટમાં કેસ કર્યો છે. પતિએ ઇસ્લામી શરિયતમાં ફરમાવેલા તલાક શબ્દનો ખોટો ઉપયોગ કર્યો હોય. આ તલાક મને કબૂલ નથી તેવું જણાવી પરિણીતાએ પોતાનું લગ્નજીવન ચાલુ હોવાનું કોર્ટ ઠરાવી આપે તેવી માંગણી કરી છે જે કેસની વધુ સુનાવણી આગામી ૨૬મી તારીખે રાખાવામાં આવી છે.


ત્રણ વાર બોલીને તલાક આપવા ઇસ્લામી શરિયત મુજબ અન્યાયી અને જુલ્મકર્તા હોવાની રજૂઆત
આ અંગેની વિગત એવી છે કે, છાણી રોડ પંડયા હોટલની સામે ફરામજીની ચાલમાં રહેતી હબીબા કુરેશીએ પતિ હારૃન રશીદ મહંમદભાઇ કુરેશી (રહે. સહકારનગર તાંદલજા) વિરૃધ્ધ ફેમિલ કોર્ટમાં દાવો દાખલ કર્યો છે. જેમાં જણાવ્યું છે કે મારા માતાપિતાનું અવસાન થયું છે. અને હાલમાં હું નિરાધાર અવસ્થામાં જીવન ગુજારૃ છું. હારૃન રશીદ સાથે ૧૧-૬-૨૦૦૯ના રોજ ઇસ્લામ શરિયત મુજબ લગ્ન થયાં છે.