મહિલાઓ પણ આપી શકે છે ત્રણ તલાક

મહિલાઓ પણ આપી શકે છે ત્રણ તલાક

પાંચ જજની બંધારણીય બેન્ચની સામે પર્સનલ લૉ બોર્ડએ કહ્યુ, નિકાહ કરતા પહેલા મહિલાઓ સામે ચાર વિકલ્પ રાખવામાં આવે છે. જેમાં સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 હેઠળ રજીસ્ટ્રેશનનો વિકલ્પ પણ સામેલ છે. 

 

મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે જણાવ્યુ કે મહિલા પણ પોતાના હિત માટે નિકાહનામામાં ઇસ્લામિક કાયદાઓની મર્યાદામાં કેટલીક શરતો રાખી શકે છે. મહિલાઓને પતિને ત્રણ તલાક આપવાના અધિકાર ઉપરાંત મેહરની ખૂબ ઊંચી રકમ માંગવાની શરત જેવા કેટલાક વિકલ્પ મળ્યા છે.

 

મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે સુપ્રીમ કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરતા કહ્યુ કે ત્રણ તલાક આસ્થાનો મુદ્દો છે જેનો મુસ્લિમ લોકો છેલ્લા 1,400 વર્ષથી પાલન કરી રહ્યા છે એટલા માટે આ મુદ્દામાં બંધારણીય નૈતિકતા અને સમાનતાનો પ્રશ્ન રહેતો જ નથી.