સુપ્રીમ કોર્ટમાં તીન તલાક અને હલાલા ઉપર સુનાવણી

સુપ્રીમ કોર્ટમાં તીન તલાક અને હલાલા ઉપર સુનાવણી

તીન તલાક એટલે કે ત્રણ વખત તલાક બોલીને પત્નીનો ત્યાગ કરવો, એકથી વધુ વખત વિવાહ કરવા અને નિકાહ હલાલા એટલે કે પ્રથમ પતિ પાસે પરત મોકલવાની રૂઢીગત પરંપરા.

આ દરમિયાન કોર્ટે સ્પષ્ટ કર્યું કે તેઓ માત્ર એ મુદ્દા પર સુનાવણી કરશે કે ટ્રિપલ તલાક અને હલાલ ધર્મનો ભાગ છે કે નહીં. ટ્રિપલ તલાકના વિરોધમાં અનેટ પિટિશન સુપ્રીમ કોર્ટને મળી છે. કેન્દ્ર સરકાર પહેલા જ ટ્રિપલ તલાકના વિરોધમાં પોતાનો પક્ષ કોર્ટમાં રજૂ કરી ચૂકી છે. મુસ્લિમ પર્સનલ લો બોર્ડની શરીયતથી જોડાયેલો મુદ્દો જણાવ્યો છે. તેમનું કહેવું છે કે ટ્રિપલ તલાક ધાર્મિક મામલો છે અને આ મામલાઓમાં કોર્ટ હસ્તક્ષેપ ન કરી શકે.
 
મુસ્લિમોમાં પ્રચલિત ટ્રિપલ તલાક, નિકાહ હલાલા અને બહુવિવાહ પ્રથાઓ પર સુપ્રીમ કોર્ટની બંધારણ બેન્ચ ગુરુવારથી નિયમિત ધોરણે સુનાવણી કરશે.