સીતાપુરમાં ટ્રિપલ મર્ડરની ઘટનાથી હાહાકાર

સીતાપુરમાં ટ્રિપલ મર્ડરની ઘટનાથી હાહાકાર

ઉત્તરપ્રદેશના સીતાપુરમાં ટ્રિપલ મર્ડરની એક ઘટના સામે આવતા હાહાકાર મચી ગયો છે. મંગળવાર રાતે સીતાપુરમાં એક વેપારી, તેમની પત્ની અને 25 વર્ષના પુત્રની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી.

મળતી માહિતી મુજબ 60 વર્ષના સુનીલ જયસ્વાલ પુત્ર રિતિક સાથે તેમના સિવિલ લાઈન્સ સ્થિત ઘર પર રાતે 9.30 વાગ્યે પહોંચ્યા હતાં. બંને ઘરના પાર્કિંગમાં જ હતાં અને ત્યાં બે અજાણ્યા માણસોએ આવીને પિતા પુત્રને ગોળી મારી દીધી. ગોળીનો અવાજ સાંભળીને પત્ની પણ બહાર દોડી આવી.