સેનામાં ટ્રાન્સફર રેકેટનો પર્દાફાશ

સેનામાં ટ્રાન્સફર રેકેટનો પર્દાફાશ

ગુપ્ત સૂચનાઓને આધારે સીબીઆઈએ લેફ્ટેનન્ટ કર્નલ રંગનાથ સુવર્ણમણિ મોની અને ગૌરવ કોહલીની બેંગ્લુરુના એક સેના અધિકારીની બદલી માટે કથિત રીતે 2 લાખ રૂપિયાની લાંચ લેવાના આરોપમાં ધરપકડ કરી છે. સીબીઆઈએ જણાવ્યું કે કર્નલ પર કેટલાય મહિનાઓથી નજર રાખવામાં આવી હતી. કર્નલ મોની 1994થી સેનામાં છે અને સેનાના હેડક્વાર્ટરમાં છેલ્લા ઓગસ્ટ મહિનાથી તૈનાત છે.

સીબીઆઈની એફઆઈઆરમાં એક બ્રિગેડિયરનું નામ પણ સામેલ છે. પરંતુ તેનું નામ આરોપીઓની સૂચિમાં સામેલ કરાયું નથી. એવો શક છે કે કથિત ટ્રાન્સફર રેકેટ સેના હેડક્વાર્ટરમાં કેટલાક વરિષ્ઠ અધિકારીઓની મિલીભગતથી લાંબા સમયથી ચાલતુ હતું.