ગોંદિયામાંથી ટાઇમબોમ્બ મળી આવ્યા

ગોંદિયામાંથી ટાઇમબોમ્બ મળી આવ્યા

મહારાષઅટ્રના ગોંદિયામાં અર્જુની મોરગામ તાલુકામાં સ્થાનિક લોકો અને પોલીસની સર્તકતાથી આવી વધુ એક ઘટના બનતા રહી ગઇ હતી. ગોંદિયા જિલ્લામાં દહશત ફેલાવવા નક્સલવાદીઓએ બેનર અને પોસ્ટર લગાડી જમીનમાં ટાઇમ બોમ્બ ગોઠવીને રાખ્યો હતો. પોલીસે સમયસર આ બોમ્બને નિષ્ક્રિય કરતા અનેકના જીવ બચી ગયા હતાં. 

 

ગોંદિયામાં અર્જુની મોરગામ તાલુકામાં કેશોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભરનોલી- બારટોલ વિસ્તાર આવેલો છે. નક્સલવાદીઓએ અહીં બેનર અને પોસ્ટર લગાડયા હતા. પોલીસ દ્વારા કરાતા જનજાગૃતિ અભિયાનનો નક્સલવાદીઓ વિરોધ કરી રહ્યા છે. ગઢચિરોલી જિલ્લામાં આદિવાસી વિદ્યાર્થીનીઓ સાથે અન્યાય થઇ રહ્યો છે. ત્યારે અમૂક સમિતિ દ્વારા લોકોને ગેરમાર્ગે દોરી નકસલવાદીઓની બદનામ કરવામાં આવી રહ્યા હોવાનું પોસ્ટર્સમાં જણાવવામાં આવ્યું હતું.