રાજસ્થાનથી અમદાવાદ લવાતો વિદેશી દારૂનો ઝડપાયો

રાજસ્થાનથી અમદાવાદ લવાતો વિદેશી દારૂનો ઝડપાયો

ગાંધીનગર અારઅાર સેલને બાતમી મળી હતી કે રાજસ્થાનથી વિદેશી દારૂનો જથ્થો ભરી ટ્રક અને સ્કોર્પિયો અમદાવાદ તરફ જઈ રહી છે. બાતમીના અાધારે પોલીસે ગઈ મોડી રાતે મહેસાણા-ઊંઝા રોડ પર વોચ ગોઠવી કોહડા ગામ પાસે પેટ્રોલ પંપ નજીકથી ટ્રક અને સ્કોર્પિયો ગાડીને ઝડપી લઈ તલાસી લેતા તેમાંથી જુદા જુદા બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો ભરેલી પેટીઓ મળી અાવી હતી. પોલીસે બહેરારામ વિષ્નોઈ, હનુમાન વિષ્નોઈ, બુદ્ધારામ વિષ્નોઈ, હરેશ પટેલ, શાહિલ મન્સુરી અને ગોલુ રાઠોડ નામના પાંચ શખસ ધરપકડ કરી છે. જ્યારે અાર.કે. અગ્રવાલનો શખસ પોલીસને થાપ અાપી નાસી છૂટ્યો હતો.