ગુજરાતમાં  સાઇબર અટેક રેન્સમવેર વાયરસનો હુમલો

ગુજરાતમાં  સાઇબર અટેક રેન્સમવેર વાયરસનો હુમલો

અમદાવાદ શહેર પોલીસ કમિશનર ઓફિસમાં કેટલાક કોમ્પ્યુટર હેક થયા છે! અમદાવાદના શહેરના પોલીસ સ્ટેશનના કેટલાક કોમ્યુટર જી સ્વાન બંધ હોવા છતાં હેક થયા છે. ઈન્ચાર્જ કમિશનર ઓફિસથી આ અંગે કંટ્રોલરૂમને જાણ કરવામાં આવી છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના કમ્પ્યુટરમાં રેન્સમ વાયરસની અસર થઇ છે. શહેરમાં પોલીસ દ્વારા કોમ્પ્યુટરોમાંથી જી સ્વાન સિસ્ટમ બંધ કરાઇ છે. નાગરિકોને હેલ્પ લાઇન નંબર પર મદદ મેળવવા ડીસીપીએ સૂચન કર્યું છે.

ભારત સહીત વિશ્વના 100 દેશો પર સાયબર અટેક થયો હોવાના સમાચાર છે. સોમવારેથી ગુજરાતમાં પણ આની અસર જોવા મળી હતી. મળતી માહિતી મુજબ કોમ્પ્યુટર લોક કરીને ખંડણી માગતો રેન્સમવેર વાયરસનો અટેક આજે ગુજરાતના કેટલાક જિલ્લામાં થયો છે

ગુજરાત સરકારના ઓપ્ટીકલ ફાયબર કેબલ તથા ગુજરાતનું સૌથી મોટું નેટવર્ક મનાતું જી સ્વાન નેટવર્ક પણ હુમલા થવાની બીકે શનિવારના દિવસથી બ્લોક કરવામાં આવ્યું હતું. તેના યુઝર્સને એન્ટી વાયરસ લિંક ડાઉનલોડ કરવાની સુચના આપવામાં આવી છે અને ત્યાર બાદ ફરીથી જી સ્વાનની સાઈટ શરૂ કરવામાં આવી છે.