IS માટે ભરતી કરનારને અમેરિકાએ જાહેર કર્યો ‘વૈશ્વિક આતંકી’

 IS માટે ભરતી કરનારને અમેરિકાએ જાહેર કર્યો ‘વૈશ્વિક આતંકી’

 ભારતમાં ભરતી કરનારા મોહમ્મદ શફી અરમારને અમેરિકાએ વૈશ્વિત આતંકી જાહેર કરી દીધો છે. ભારત માટે આ મોટી ઉપલબ્ધિ ગણી શકાય.અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટે જણાવ્યું છે કે તેઓએ મોહમ્મદ શફી અરમાર, ઓસામા અહેમદ અતાર અને મોહમ્મદ ઈસા યુસુફ સાકર અલ બિનાલીને સ્પેશિયલી ડેઝિગ્નેટેડ ગ્લોબલ ટેરેરિસ્ટ (SDGT)ની સૂચિમાં નાખી દેવામાં આવ્યાં છે. આ સાથે જ તેમના વિરુદ્ધ પ્રતિબંધ લગાવવાનો રસ્તો ક્લિયર થઈ ગયો છે.

શફી અરમારનું નામ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના રડાર પર પહેલીવાર 2011માં આવ્યું હતું. તે દિવસોમાં શફી અને તેનો ફાઈ સુલ્તાન ઈન્ડિયન મુજાહિદ્દીનમાં હતાં અને પાકિસ્તાનમાં રહેતા હતાં. આઈબી અને સ્પેશિયલ સેલે 2011માં દરભંગાથી ઈન્ડિયન મુજાહિદ્દીનના સંદિગ્ધ આતંકીઓની ધરપકડ કરી હતી. જેમાં મોહમ્મદ કતીલ સિદ્દીકીની ધરપકડ સૌથી પહેલા થઈ હતી જેનું 2012માં પુણેની યરવડા જેલમાં મર્ડર થઈ ગયું હતું. આ ધરપકડો બાદ સ્પેશિયલ સેલે FIR નંબર 54/2011 નોંધી હતી. આ અપરાધીઓ પાસેથી શફી અરમાર અંગે સ્પેશિયલ સેલને પહેલીવાર જાણકારી મળી હતી. તેણે ત્યારે આઈએમ તરફથી આ યુવકોનું ઓનલાઈન બ્રેનવોશ કર્યુ હતું.