CM યોગીની રેલી પહેલા જ મંડપ થયો જમીનદોસ્ત

CM યોગીની રેલી પહેલા જ મંડપ થયો જમીનદોસ્ત

બે વાગ્યે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સભા થવાની છે પરંતુ તે પહેલા જ ખરાબ હવામાનના કારણે વિધ્નો ઊભા થયા છે. ગત રાતે આવેલા વાવાઝોડા અને વરસાદના કારણે સભા સ્થળનો મંડપ સંપૂર્ણ રીતે જમીનદોસ્ત થઈ ગયો છે. મળતી માહિતી મુજબ આજે સવારે ચાર અને પાંચ વાગ્યાની વચ્ચે આવેલી તેજ આંધી અને વરસાદ યોગીના સભાસ્થળ પર કહેર બનીને તૂટી પડ્યાં. સભા સ્થળ પર બનેલો 45000 સ્ક્વેર ફૂટનો વોટર પ્રુફ મંડપ સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ ગયો. જેના કારણે સભા પર સવાલો ઊભા થયા છે. મળતી માહિતી મુજબ હવે સભા ખુલ્લા મેદાનમાં થશે.

જો કે ભાજપના અનેક વિધાયકો અને મજૂરોએ સભા સ્થળે તૂટેલા પંડાલને હટાવવાનું કામ શરૂ કરી દીધુ હતું પરંતુ આટલા મોટા મંડપના સામાનને સમયસર હટાવીને યોગીની સભા માટે મેદાનને તૈયાર કરવું તે એક પડકાર બની ગયો હતો. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે બિહારના દરભંગામાં એક જનસભાને સંબોધશે. સીએમ યોગી કેન્દ્રમાં મોદી સરકારના ત્રણ વર્ષ પૂરા થવાના અવસરે આયોજિત કાર્યક્રમમાં લોકોને કેન્દ્રની ઉપલબ્ધિઓ ગણાવશે. આ સાથે જ વિકાસ કલ્યાણકારી યોજનાઓ અંગે પણ લોકોને માહિતી આપશે. યોગીના સ્વાગતમાં જોર શોરથી તૈયારીઓ થઈ રહી છે, બિહાર ભાજપ પણ તેમના સ્વાગત માટે તૈયાર છે. યોગી લગભગ 2.30 વાગ્યે દરભંગા પહોંચશે.