આજે મહિલા વર્લ્ડ કપ ફાઇનલ ;યજમાન ઇંગ્લેન્ડ સામે ભારતીય ટીમનો મુકાબલો

આજે મહિલા વર્લ્ડ કપ ફાઇનલ ;યજમાન ઇંગ્લેન્ડ સામે ભારતીય ટીમનો મુકાબલો

;આજે આઈસીસી મહિલા વર્લ્ડ કપના ફાઇનલમાં ભારતીય ટીમનો ઇંગ્લેન્ડ સામે મુકાબલો થશે જીતના મનસૂબા સાથે મેદાનમાં ઉતરનાર અને વર્લ્ડ ચેમ્પિયન્સ ઓસ્ટ્રેલિયાને સેમી ફાઈનલમાં હરાવીને આત્મવિશ્વાસથી છલકાતી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઐતિહાસિક લોર્ડ્સ મેદાન ખાતે યજમાન ઈંગ્લેન્ડ સામે ફાઈનલ જંગ ખેલવા ઉતરશે.

       ભારતીય મહિલા ટીમ આશરે બાર વર્ષ બાદ બીજી વાર વર્લ્ડ કપ ફાઈનલમાં પ્રવેશી છે. 2005માં દક્ષિણ આફ્રિકામાં (સેન્ચુરિયન)માં રમાયેલી સ્પર્ધાની ફાઈનલમાં ભારતીય ટીમનો ઓસ્ટ્રેલિયા સામે પરાજય થયો હતો. એ વખતે પણ ભારતીય ટીમની કેપ્ટન મિતાલી રાજ હતી. આ વખતની ફાઈનલ જીતીને મિતાલી રાજ અને સાથીઓ 12 વર્ષ પહેલાંની એ કમનસીબીનો અંત લાવી દેવાના મનસુબા સાથે મેદાનમા ઉતરશે

   2005ની ફાઈનલમાં રમેલી ટીમની માત્ર બે જ ખેલાડી આજની ફાઈનલમાં ફરી રમશે - એક, કેપ્ટન મિતાલી રાજ અને મધ્યમ ઝડપી બોલર ઝુલન ગોસ્વામી.

   મિતાલી મહિલાઓની વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટ ફોર્મેટમાં સૌથી વધુ રન કરનાર બેટ્સવુમન છે તો ઝુલન ગોસ્વામી સૌથી વધારે વિકેટ લેનાર બોલર છે.મિતાલી રાજ 34 વર્ષની છે અને આ પોતાની છેલ્લી વર્લ્ડ કપ છે એવું કહી ચૂકી છે.