રત્નદિપ સોસાયટીમાં જૂગારનો દરોડોઃ ૧૯૯૫૦ની રોકડ સાથે ૯ શખ્સ પકડાયા

રત્નદિપ સોસાયટીમાં જૂગારનો દરોડોઃ ૧૯૯૫૦ની રોકડ સાથે ૯ શખ્સ પકડાયા

  રાજકોટ તા.૩: પેડક રોડ પર રત્નદિપ સોસાયટી-૪માં રહેતાં દિવ્યેશ ભરતભાઇ વસોયા (પટેલ) (ઉ.૨૨)ના ઘરમાં જૂગાર રમાતો હોવાની બાતમી પરથી બી-ડિવીઝન પોલીસે દરોડો પાડી ૯ શખ્સોને પકડી લઇ રૂ. ૧૯૯૫૦ની રોકડ કબ્જે લીધી હતી.

   પી.આઇ. કે.એમ. રાવલની રાહબરી હેઠળ પી.એસ.આઇ. એચ.એમ. ઝાલાપી.બી. જેબલીયાહેડકોન્સ. હિતુભા ઝાલાખોડુભા જાડેજાસંજય કુમારખાણીયાકિરણભાઇ પરમાર સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમી મળતાં દિવ્યેશ પટેલના ઘરમાં દરોડો પાડી તેને તથા જયરાજ શાંતિભાઇ ગઢવી (ઉ.૨૧-રહે. શકિત સોસાયટી-૧૩)ભરત નાથુભાઇ દાણીધારીયા (ઉ.૨૧-રહે. શકિત સોસાયટી-૧૩)નૈમિષ પ્રવિણભાઇ દુધાત્રા  (ઉ.૨૧-રહે. ગાંધી સ્મૃતિ-૧)ભાવેશ કાંતિભાઇ સોઢા (ઉ.૨૫-રહે. સિધ્ધી વિનાયક પાર્ક-૩)ચિરાગ ધનજીભાઇ રૈયાણી (ઉ.૨૧-રહે. ત્રંબા બસ સ્ટેશન પાછળ)પ્રશાંત કિશોરભાઇ દેથરીયા (ઉ.૨૨-રહે. ગાંધી સ્મૃતિ-૧)નિકુંજ કોૈશિકભાઇ ઝાલરીયા (ઉ.૨૧-રહે. પડેક રોડ ગાંધી સ્મૃતિ-૧) તથા દિવ્યેશ વિનુભાઇ લીંબાસીયા (ઉ.૨૩-રહે. ગાંધી સ્મૃતિ-૧)ને તિનપત્તી રમતાં પકડી લઇ રૂ. ૧૯૯૫૦ તથા ગંજીપાના કબ્જે લીધા હતાં