સરસ્વતી નદીના અસ્તિવત્વ વિશે જોરદાર પુરાવા મળ્યા

 સરસ્વતી નદીના અસ્તિવત્વ વિશે જોરદાર પુરાવા મળ્યા

 કેન્દ્રીય ભૂજળ બોર્ડ નદીની શોધ માટે 122 સ્થાનો પર ખોદકામ કરશે. આ જગ્યાઓનું સિલેક્શન કરી દેવાયું છે. ઋગ્વેદ અને મહાભારત જેવા ગ્રંથોમાં સરસ્વતી નદીનો ઉલ્લેખ છે. પ્રયાગમાં પણ ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ હોવાનું કહેવામાં આવે છે. ધાર્મિક મન્યતાઓમાં સરસ્વતી નદીને ગંગાને સમાન પવિત્ર માનવામાં આવે છે.થારના રણમાં એક વાર ફરીથી સરસ્વતી નદીની શોધ શરૂ થઈ ગઈ છે.સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના સીનિયર સાયન્ટિસ્ટ રામાકિશન ચૌધરીએ કહ્યું કે, અત્યારે કંઈ પણ કહેવું જલ્દી થશે. જેસલમેરમાં ખોદાયેલ ટ્યુબવેલ્સમાં પ્રચુર માત્રામાં પાણી મળ્યું છે અને તપાસમાં આ પાણી હજારો વર્ષ જૂનુ હોવાનું જણાઈ આવ્યું છે. નવા પ્રોજેક્ટ અંતર્ગત આ તપાસને જ આગળ વધારવામાં આવી રહી છએ. નવી જગ્યાઓ પર ખોદકામ કરીને પાણીની તપાસ કરવામાં આવશે.

તેમણે કહ્યું કે, અધિક ઊંડાઈ પર પાણી સતત રિચાર્જ થઈ રહ્યું છે. આ વિસ્તારોમાં વોટર લેવલ ઓછું થઈ નથી રહ્યું. તે પણ એક તપાસનો વિષય છે. એક્યુફર મેપિંગ મેપ તૈયાર કરવા માટે કેન્દ્ર સરકારે 122 સ્થાન પર નવા ટ્યુબવેલ ખોદવાનો નિર્ણય લીધો છે. તેના અંતર્ગત સરસ્વતી નદીના પ્રવાહવાળા વિસ્તારોમાં પણ ખોદકામ થશે.સરસ્વતી નદીના પ્રવાહવાળા માર્ગમાં અનેક જગ્યાઓએ ભૂજળના ભંડાર મળી રહ્યાં છે. પરંતુ તેમની વચ્ચે કોઈ લિંગ બની નથી રહી. આ લિંકને જોડવી એક મોટી ચેલેન્જ છે. લિંક જોડાઈ જશે તો નદીના પ્રવાહનો માર્ગ સામે આવી જશે.