ચૂંટણીમાં રૃ. ૧૫ હજાર ડિપોઝિટ રોકડમાં જ સ્વીકાર્ય

 ચૂંટણીમાં રૃ. ૧૫ હજાર ડિપોઝિટ રોકડમાં જ સ્વીકાર્ય

કેન્દ્ર સરકારે પૂરજોશમાં ડિજિટલ ઈન્ડિયા અભિયાન ચલાવવાની વાતો કરી હતી. આ દિશામાં સરકાર થોડીઘણી આગળ પણ વધી છે, પરંતુ રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ઊભા રહેલા ઉમેદવારોએ રૃ. ૧૫ હજારની ડિપોઝિટ રોકડમાં જ ભરવી પડે છે. હજુયે આ ચૂંટણીમાં ડેબિટ કે ક્રેડિટ સ્વીકાર્ય નથી એ ડિજિટલ ઈન્ડિયા અભિયાનની કરમ કઠણાઈ છે. 

રાષ્ટ્રપતિની ચૂંટણીના નિયમો પ્રમાણે, દરેક ઉમેદવારે રિટર્નિંગ ઓફિસર પાસે ફોર્મ જમા કરાવતી વખતે ડિપોઝિટ જમા કરાવવી પડે છે. જોકે, આ રકમ ડિજિટલી તો ઠીક, રાષ્ટ્રીયકૃત બેંકના ચેકથી પણ સ્વીકાર્ય નથી. અત્યાર સુધી આ હોદ્દા માટે ૧૫ લોકોએ ઉમેદવારી પત્રકો ભર્યા છે, જેમની પાસેથી આ વિગતો જાણવા મળી છે.