અમિતભાઇ શાહ ભાજપ પ્રમુખ મહાસંમેલનમાં ઉપસ્થિતઃ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

અમિતભાઇ શાહ ભાજપ પ્રમુખ મહાસંમેલનમાં ઉપસ્થિતઃ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

રાજકોટ તા.૭ : ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમીતભાઇ શાહે ગુજરાતના પ્રવાસે આવીને વિજયનો શંખનાદ ફુંકી દીધો છે દક્ષિણ ગુજરાતમાં સુરત ખાતે આયોજિત મહાસંમેલનથી અત્યંત પ્રભાવીત થયેલા અમિતભાઇએ કહ્યું હતું કે મારા જીવનમાં આટલું મોટુ સંમેલન જોયું નથી કાર્યકરોને સંબોધતા અમિતભાઇએ જણાવ્યું હતું કે આદિવાસીઓને ૧૩ લાખ એકર જમીન ભાજપે આપી  છે. ભાજપ સરકાર આવતા જ ર૪ કલાક વીજળી મળતી થઇ છે. અને ગુજરાતમાં કફર્યુ હવે ભુતકાળ બની ગયો છે. આ સરકારે કર્યુ તેટલું કામ ભુતકાળની કોઇ સરકારે કર્યુ નથી. આ સંમેલન કોંગ્રેસ જુવે અને જીતવાના સપના જોવાનું ંબધ કરે.