નીતિશકુમારના કાફલાને સુપૌલમાં નડ્યો અકસ્માત

નીતિશકુમારના કાફલાને સુપૌલમાં નડ્યો અકસ્માત

નીતિશકુમારના કાફલાની ગાડી દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ છે. આ અકસ્માત ગુરુવારે મોડી રાતે કિશનગંજથી પટણા પાછા ફરતી વખતે થયો હતો. આ અકસ્માતમાં છ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. ઘટના સુપૌલમાં NH57 પર ઘટી.

બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારના સ્કોટ ટીમની ગાડીનો કિશનગંજ જિલ્લાથી પટણા પાછા ફરી રહી હતી ત્યારે NH57 સુપૌલ-કોસી મહાસેતુ ટોલ પ્લાઝા નજીક રાતે અકસ્માત થયો. ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓની નિર્મલી સ્વાસ્થ્ય કેન્દ્ર ખાતે સારવાર થઈ રહી છે.