આધારકાર્ડને બેંકના ખાતા સાથે ઘરે બેઠા કરો લિન્ક

આધારકાર્ડને બેંકના ખાતા સાથે ઘરે બેઠા કરો લિન્ક

સરકારે બેંકનું ખાતું ખોલવા માટે અને 50000 રૂ. અથવા એનાથી વધારે રકમની લેવડદેવડ માટે આધારનંબર જરૂરી કરી દીધો છે. તમામ બેંક ખાતેદારોને 31 ડિસેમ્બર, 2017 સુધી આધારનંબર જમા કરવાનું કહેવામાં આવ્યું છે. જો આવું નહીં કરવામાં આવે તો બેંકના ખાતા ગેરમાન્ય થઈ જશે.આ સંજોગોમાં ખાતેદારો માટે પોતાના બેંકના ખાતાઓને આધારનંબર સાથે લિન્ક કરવાનું અનિવાર્ય બની ગયું છે. જોકે આ લિન્ક કરવાની પ્રક્રિયા બહુ સરળ છે. કોઈપણ વ્યક્તિ બે અલગઅલગ રીતથી પોતાના આધારનંબરને બેંક એકાઉન્ટ સાથે લિન્ક કરી શકે છે. પહેલી રીત છે OFF Line અને બીજી રીત છે ON Line.

OFF Line રીતમાં આધારકાર્ડને બેંકના ખાતા સાથે લિન્ક કરવા માટે બેંકની બ્રાન્ચની મુલાકાત લેવી પડશે. તમારે બ્રાન્ચમાં જઈને આધારની વિગતો બેંકના કર્મચારીને જણાવવી પડશે. બેંકના કર્મચારી તમારા આધારને એકાઉન્ટ સાથે લિન્ક કરી દેશે. ON Line રીતમાં ગ્રાહકે પહેલાં ઇન્ટનેટ બેંકિંગમાં લોગ ઇન કરવું પડશે. લોગ ઇન કર્યા પછી આધાર અપડેટનો વિકલ્પ પસંદ કરીને તમારા આધારકાર્ડની વિગતો ભરી દેવી પડશે. આ રીતે તમે આધારકાર્ડની વિગતો સબમિટ કરી દેવી પડશે. આધાર લિંક થયા પછી રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અથવા તો ઇ-મેઇલમાં એનો મેસેજ આવી જશે.