સૈન્ય પર હુમલો કરી આતંકીઓ ફરાર

સૈન્ય પર હુમલો કરી આતંકીઓ ફરાર

 અનંતનાગમાં આતંકીઓએ સૈન્યના એક કાફલા પર હુમલો કર્યો હતો. આતંકીઓએ નાના મોટા હથિયારો વડે સૈન્ય પર ગોળીબાર કર્યો હતો. જોકે આ હુમલામાં કોઇ જાનહાનીના અહેવાલો નથી. 

બીજી તરફ આતંકીઓ હુમલો કરીને નાસી છૂટયા હતા. જેથી અનંતનાગ વિસ્તારમાં સૈન્યને એલર્ટ કરી દેવાયુ છે અને હાલ આતંકીઓની શોધખોળ માટેનું સર્ચ ઓપરેશન શરૃ કરવામાં આવ્યું છે.